English માં ચાર પ્રકારના કાળનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ દર્શાવેલ છે.
1. સાદા
કાળ (simple tense)
2.
ચાલુ
કાળ (continuous tense)
3.
પૂર્ણ
કાળ (perfect tense)
4. ચાલુ-પૂર્ણ કાળ (continuous perfect tense)
કાળ
શીખવા માટે સૌ પ્રથમ આપણે એના format
વિષે માહિતી મેળવી લઈશું જે નીચે મુજબ છે.

ઉપર દર્શાવેલ બધાજ કાળમાં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ
એમ ત્રણ કાળ નો સમાવેશ થાય છે.
હવે, આપણે બધાજ કાળનો વિગતવાર
અભ્યાસ કરીશું.
1)
સાદા
કાળ(simple tenses):
સાદાકાળ એટલે એવા કાળ જેનો
ઉપયોગ આપણે રોજબરોજની ક્રિયાઓ દર્શવવા માટે કરીયે છીએ પછી એ ક્રિયા વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યકાળ માંથી
કોઈ એક હોય શકે,
દા.ત.,
i)
સાદો
વર્તમાન કાળ (simple
present tense):
હું રોજ ITI જાવ છું.
જેને English માં આ પ્રમાણે
લખાય.
I
go to ITI every day.
યાદ
રાખો: જો સદા
વર્તમાનકાળમાં કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદ ની પાછળ s, es, ies, ves (plural
ના નિયમો/સ્પેલિંગ મુજબ) લાગે. દા.ત., play નું plays થાય.
ii)
સાદો
ભૂતકાળ (simple past
tense):
હું ITI ગયો.
જેને English
માં આ પ્રમાણે લખાય.
I
went to ITI.
iii)
સાદો
ભવિષ્યકાળ (simple future tense):
હું ITI જઈશ.
જેને English
માં આ પ્રમાણે લખાય.
I will go to ITI.
2)
ચાલુકાળ (continuous tense):
ચાલુકાળ એટલે એવી
ક્રિયાઓ જે જે-તે સમયના સંદર્ભે વાત થતી હોય ત્યારે ચાલુ હોય, એ ક્રિયા વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યકાળ માંથી કોઈ એક હોય શકે.
દા.ત.,
i)
ચાલુ
વર્તમાનકાળ (present continuous
tense):
હું ITI જઈ
રહ્યો છું.
જેને English માં આ પ્રમાણે લખાય.
I am going to ITI.
ii)
ચાલુ
ભૂતકાળ (past continuous
tense):
હું ITI જઈ રહ્યો હતો.
જેને English માં આ પ્રમાણે લખાય.
I was going to ITI.
iii)
ચાલુ
ભવિષ્યકાળ (future continuous
tense):
હું ITI જઈ રહ્યો હોઈશ.
જેને
English માં
આ પ્રમાણે લખાય.
I will be going to ITI.
3)
પૂર્ણ
કાળ (perfect tense):
પૂર્ણ કાળ એટલે
એવા ક્રિયાઓ કે જે જે-તે સમયના સંદર્ભે વાત થતી હોય ત્યારે પૂર્ણ થઈ ગઈ હોય પણ
તેની અસર ચાલુ હોય.
દા.ત.,
i)
પૂર્ણ
વર્તમાનકાળ (present perfect
tense):
હું ITI ગયો છું.
જેને English
માં આ પ્રમાણે લખાય.
I have gone to ITI.
ii)
પૂર્ણ
ભૂતકાળ (past perfect
tense):
હું ITI ગયો હતો.
જેને English
માં આ પ્રમાણે લખાય.
I had gone to ITI.
iii) પૂર્ણ
ભવિષ્યકાળ (future perfect
tense):
હું ITI જઈશ.
જેને English
માં આ પ્રમાણે લખાય.
I will have gone to ITI.
4)
ચાલુ
પૂર્ણ કાળ (conti. perfect
tense):
ચાલુ-પૂર્ણકાળ કોઈ
ક્રિયા અમુક સમયથી ચાલુ છે એવું દર્શાવવા માટે વપરાય છે.
દા.ત.,
i)
ચાલુ-પૂર્ણ
વર્તમાનકાળ (present conti.
perfect tense):
હું છેલ્લા બે વર્ષથી
આ કંપનીમાં નોકરી કરી રહ્યો છું.
જેને English માં આ પ્રમાણે લખાય.
I have been working in the company for the last two years.
હું છેલ્લા બે વર્ષથી
કંપનીમાં નોકરી કરી રહ્યો હતો.
જેને English માં આ પ્રમાણે
લખાય.
I had been working in the company for the last two years.
iii)
ચાલુ-પૂર્ણ
ભવિષ્યકાળ (future conti.
perfect tense):
હું છેલ્લા બે વર્ષથી
કંપનીમાં નોકરી કરી રહ્યો હોઈશ.
જેને English માં આ પ્રમાણે
લખાય.
I will have
been working in the company for the last two years.
Daily routine verbs- રોજ-બરોજની ક્રિયાઓ
આપણે કર્તા(subject) અને કર્મ(object) તેમજ વાક્ય રચના(composition of sentence) વિષે અને કાળ (tenses) ભણ્યા હવે વાક્ય રચના(subject+verb+object) માં જે ખૂટે છે એ છે ક્રિયા(verb), જો આપણે ગુજરાતી ક્રિયાઓ ને English માં શું કહેવાય એ જાણી લઈએ તો આપણે સદા વાક્યો બનવી અને બોલી શકીએ. તો આજની આ કોલમમાં આપણે રોજ -બરોજની ક્રિયાઓને English માં કઈ રીતે વ્યક્ત કરવામાં આવે છે તે જોઈશું, જો આ ક્રિયાઓને આપણે જાણી-સમજી લઈએ તો આ ક્રિયાઓ વિષે આપણે વાત કરી શકીશું અને વ્યક્ત કરી શકીશું કેમકે આપણે હમેશા ક્રિયાઓ વિષે જ વાત-ચિત કરતા હોઈએ છીએ, તો આપણે અહિ સવાર થી લઈને રાત્રે સુવા સુધીની બધી જ ક્રિયાઓને English માં કઈ રીતે વ્યક્ત કરાય તે જોઈશું અને સમજીશું
- to wake up- જાગવું
- to get up- ઉઠવું
- to brush (my) teeth- બ્રશ કરવું
- to wash (my) face- મોં ધોવું
- to have bath- સ્નાન કરવું
- to have tea- ચા પીવી
- to drink- પીવું
- to eat- ખાવું
- to have break fast-નાસ્તો કરવો
- to get ready- તૈય્યાર થવું
- to go to ITI- ITI જવું
- to ride (bicycle/bike)- ચલાવવું(સાયકલ કે બાઈક)
- to drive (car)-ચલાવવું (કાર)
- to reach (ITI)- પહોચવું (ITI)
- to be late- મોડા પડવું
- to learn- શીખવું
- to study- ભણવું
- to read- વાંચવું
- to write- લખવું
- to have lunch- જમવું(બપોરે)
- to play- રમવું
- to run- દોડવું
- to walk- ચાલવું
- to watch- ધ્યાનથી જોવું
- to see- જોવું
- to look- ધ્યાનથી જોવું
- to hear- સાંભળવું
- to listen- ધ્યાનથી સાંભળવું
- to speak- બોલવું
- to tell- કહેવું
- to ask- પૂછવું, આદેશ કરવો
- to talk- વાત કરવી
- to chat- ગપસપ કરવી
- to smile- મુસ્કાન
- to laugh- હસવું
- to cry- રડવું
- to get angry- ગુસ્સે થવું
- to come back (home)- પાછા આવવું (ઘરે)
- to rest- આરામ કરવો
- to have nap- ઝપકી મારવી
- to do homework- ગૃહકાર્ય કરવું
- to have dinner- જમવું (રાત્રે)
- to go for a walk- લટાર મારવી
- to go to bed- સુવા જવું
- to sleep- સુઈ જવું
મિત્રો ઉપર દર્શાવેલ ક્રિયાઓ એવી ક્રિયાઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ જો આ ક્રિયાઓનો ઉપયોગ કરીને અગાઉનાં આર્ટીકલ(જુઓ: વાક્ય રચના) પ્રમાણે ગોઠવીએ તો આપણે સાદા વાક્યો બનાવી તેમજ બોલી શકીશું.
click here for Articles
No comments:
Post a Comment
If you have any doubts, please let me know.