Articles
Articles- A/An and The
Articles નો ઉપયોગ કોઈ નામ એટલે કે noun કે સમૂહ-નામની આગળ થાય છે. Articles મુખ્યત્વે બે પ્રકાર ના હોય છે, A/An અને The, A અથવા An નો ઉપયોગ singular માટે થાય છે, જ્યારે The નો ઉપયોગ કોઈ નિશ્ચિત વસ્તુ દર્શાવવા માટે થાય છે.
દા.ત., a pen, a table, a book
An elephant, an honest,
an artist
The sun, the moon, the
earth
હવે આપણે બંને Articles વિષે વિગતે અભ્યાસ કરીશું.
A- આ Article જો કોઈ noun જે singular હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, તો તે
શબ્દ ની આગળ A મૂકવામાં આવે છે.
દા.ત., a pen, a table, a book
An- આ Article જો કોઈ noun જે singular હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય પછી ભલે
લખવામાં પ્રથમ શબ્દ વ્યંજન (honest) આવતો હોય, તો તે
શબ્દની આગળ An મૂકવામાં આવે છે. કેમકે બે સ્વર ભેગા થતાં હોવાથી
આપણને બોલવામાં તકલીફ પડે છે, લખવામાં નહીં.
દા.ત., an honest, an
artist, an elephant
The- આ Article નો ઉપયોગ જે વસ્તુ નિશ્ચિત છે એટલે કે સામે વળી
વ્યક્તિને પણ ખબર હોય કે એજ વસ્તુની વાત થઈ રહી છે ત્યારે તે noun કે શબ્દની આગળ The મૂકવામાં આવે છે.
ખાસ કરીને એવી વસ્તુઓ:
·
જેનો ઉલ્લેખ વાત કરતી વખતે
ફરીથી થતો હોય
·
એક જ હોય (અજોડ- unique)
·
સર્વ શ્રેષ્ઠ હોય(best)
·
સાંભળનારને પણ ખબર હોય કે
કઈ વસ્તુની વિષે વાત થઈ રહી છે.
Articles
A/An પ્રમાણે જો શબ્દ કે noun નો ઉચ્ચાર
વ્યંજનથી થતો હોય, તો The નો ઉચ્ચાર “ધ” થશે, દા.ત., the best., અને જો શબ્દ કે noun નો ઉચ્ચાર સ્વરથી થતો હોય (લખવામાં ભલે પ્રથમ
અક્ષર વ્યંજન હોય-honest), તો The નો ઉચ્ચાર “ધી” થશે, દા.ત., the end.
click here for Nouns, Singular and Plural, Action words (verbs) and Punctuation marks.
No comments:
Post a Comment
If you have any doubts, please let me know.