|
Assign (અસાઇન) |
કામ આપવું/સોંપવું |
The manager will assign tasks to the team. |
મેનેજર ટીમને કામ સોંપશે. |
|
Attend (અટેન્ડ) |
હાજર રહેવું |
All employees must attend the meeting. |
બધા કર્મચારીઓએ બેઠકમાં હાજર રહેવું જોઈએ. |
| |
Approve (અપ્રુવ) |
મંજૂરી આપવી |
The principal approved the new timetable. |
આચાર્યશ્રીએ નવો સમયપત્રક મંજૂર કર્યો. |
| |
Contribute (કન્ટ્રીબ્યુટ) |
યોગદાન આપવું |
Each member will contribute ideas for the project. |
દરેક સભ્યએ પ્રોજેક્ટ માટે વિચારોનું યોગદાન આપશે. |
| |
Discuss (ડિસ્કસ) |
ચર્ચા કરવી |
We will discuss the report tomorrow. |
આપણે રિપોર્ટની ચર્ચા કાલે કરીશું. |
|
Confirm (કન્ફર્મ) |
ખાતરી આપવી |
Please confirm your attendance for the event. |
કૃપા કરીને કાર્યક્રમ માટે તમારી હાજરીની ખાતરી આપો. |
| |
Inform (ઇન્ફોર્મ) |
જાણ કરવી |
He informed me about the new rule. |
તેણે મને નવા નિયમ વિશે જાણ કરી. |
| |
Prepare (પ્રિપેર) |
તૈયારી કરવી |
She prepared the report before the deadline. |
તેણે સમયમર્યાદા પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો. |
|
Submit (સબમિટ) |
સોંપવું |
Students must submit their homework on time. |
વિદ્યાર્થીઓએ સમયસર હોમવર્ક સોંપવું જોઈએ. |
|
Support (સપોર્ટ) |
મદદ કરવી/ટેકો આપવો/સહકાર |
The teacher supported the student during the presentation. |
શિક્ષકે પ્રેઝન્ટેશન દરમ્યાન વિદ્યાર્થીને સહકાર આપ્યો. |
|
Arrange (અરેન્જ) |
વ્યવસ્થા કરવી |
He arranged the chairs for the meeting. |
તેણે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા કરી. |
|
Improve (ઇમ્પ્રુવ) |
સુધારવું |
We need to improve our communication skills. |
આપણે સંચાર કુશળતા સુધારવાની જરૂર છે. |
|
Provide (પ્રોવાઇડ) |
પૂરો પાડવો |
The office will provide lunch for all staff. |
ઓફિસ તમામ સ્ટાફને ભોજન પુરૂ પાડશે. |
|
Recommend (રેકમાન્ડ) |
ભલામણ કરવી |
The doctor recommended rest for two days. |
ડૉક્ટરે બે દિવસ આરામ કરવાની ભલામણ કરી. |
|
Report (રીપોર્ટ) |
અહેવાલ આપવો |
She reported the issue to her supervisor. |
તેણીએ સમસ્યા વિશે તેના સુપરવાઇઝરને અહેવાલ આપ્યો. |
|
Arrange (અરેન્જ) |
ગોઠવવું |
He arranged a meeting with the client. |
તેણે ક્લાયન્ટ સાથે બેઠક ગોઠવી. |
|
Collect (કલેક્ટ) |
એકત્રિત કરવું |
The clerk collected the forms from students. |
ક્લાર્કે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ એકત્રિત કર્યા. |
|
Deliever (ડિલિવર) |
પહોંચાડવું |
The courier delivered the parcel on time. |
કુરિયર પાર્સલ સમયસર પહોંચાડવામાં આવ્યુ. |
|
Explain (એક્સ્પ્લેઇન) |
સમજાવવું |
The teacher explained the lesson clearly. |
શિક્ષકે પાઠ સ્પષ્ટ રીતે સમજાવ્યો. |
|
Invite (ઇન્વાઇટ) |
આમંત્રિત કરવું |
We invited all parents to the annual function. |
અમે તમામ માતા-પિતાને વાર્ષિક કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા. |
|
Agree (અગ્રી) |
સંમત થવું |
They agreed to sign the contract. |
તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા સંમત થયા. |
|
Decide (ડિસાઇડ) |
નિર્ણય કરવો |
She decided to join the new course. |
તેણે નવા કોર્સમાં જોડાવાનો નિર્ણય કર્યો. |
|
Ensure (એન્સ્યોર) |
ખાતરી કરવી |
Please ensure all documents are ready. |
કૃપા કરીને તમામ દસ્તાવેજો તૈયાર છે તેની ખાતરી કરો. |
|
Handle (હેન્ડલ) |
સંભાળવું |
He handled the situation calmly. |
તેણે પરિસ્થિતિને શાંતિથી સંભાળી. |
|
Notice (નોટિસ) |
ધ્યાન આપવું/નોટિસ કરવું |
She noticed the mistake in the report. |
તેણે રિપોર્ટમાં ભૂલ પર ધ્યાન આપ્યું. |
|
Arrange (અરેન્જ) |
ગોઠવવું/વ્યવસ્થા કરવી |
He arranged files on the shelf. |
તેણે શેલ્ફ પર ફાઈલો ગોઠવી. |
|
Approve (અપ્રુવ) |
મંજૂર કરવું |
The manager approved the budget plan. |
મેનેજરે બજેટ યોજના મંજૂર કરી. |
|
Complete (કમ્પ્લિટ) |
પૂર્ણ કરવું |
She completed the work before time. |
તેણે સમય પહેલાં કામ પૂર્ણ કર્યું. |
|
Create (ક્રિએટ) |
બનાવવું,રચના કરવી |
The designer created a new logo. |
ડિઝાઇનરે નવો લોગો બનાવ્યો. |
|
Suggest (સજેસ્ટ) |
સૂચન કરવું |
He suggested a better idea. |
તેણે એક સારી સલાહ આપી. |
|
Accept (એક્સેપ્ટ) |
સ્વીકારવું |
She accepted the invitation. |
તેણે આમંત્રણ સ્વીકાર્યું. |
|
Arrange (અરેન્જ) |
ગોઠવવું |
They arranged a seminar for students. |
તેમણે વિદ્યાર્થીઓ માટે સેમિનાર ગોઠવ્યો. |
|
Compare (કમ્પેર) |
સરખાવવું |
We compared two reports for accuracy. |
અમે ચોકસાઇ માટે બે રિપોર્ટોની સરખામણી કરી. |
|
Inform (ઇન્ફોર્મ) |
જાણ કરવી |
Please inform me about the changes. |
કૃપા કરીને મને ફેરફારો વિશે જાણ કરો. |
|
Manage (મેનેજ) |
સંચાલન કરવું |
He managed the office well. |
તેણે ઓફિસનું સારું સંચાલન કર્યું. |
|
Apologize (અપોલોઝાઇઝ) |
માફી માંગવી |
He apologized for his mistake. |
તેણે પોતાની ભૂલ માટે માફી માંગી. |
|
Clarify (ક્લેરિફાય) |
સ્પષ્ટ કરવું |
She clarified the doubt of the student. |
તેણે વિદ્યાર્થીની શંકા દૂર કરી. |
|
Describe (ડિસ્ક્રાઇબ) |
વર્ણન કરવું |
He described the plan in detail. |
તેણે યોજનાનું વિગતવાર વર્ણન કર્યું. |
|
Organize (ઓર્ગેનાઇઝ) |
આયોજન કરવું |
They organized a cultural program. |
તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. |
|
Review (રીવ્યુ) |
સમીક્ષા કરવી |
The teacher reviewed the test papers. |
શિક્ષકે પરીક્ષા પેપરની સમીક્ષા કરી. |
|
Announce (એનાઉન્સ) |
જાહેરાત કરવી |
The principal announced the holiday. |
પ્રિન્સિપાલે રજાની જાહેરાત કરી. |
|
Communicate (કોમ્યુનિકેટ) |
સંચાર કરવો |
Good leaders communicate clearly. |
સારા નેતાઓ સ્પષ્ટ રીતે સંવાદ/સંચાર કરે છે. |
|
Explain (એક્સપ્લેઇન) |
સમજાવવું |
He explained the rules to the team. |
તેણે ટીમને નિયમો સમજાવ્યા. |
|
Participate (પાર્ટિસિપેટ) |
ભાગ લેવો |
Students participated in the competition. |
વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો |
|
Respond (રિસ્પોન્ડ) |
જવાબ આપવો |
She responded quickly to the email. |
તેણીએ ઈમેલનો ઝડપી જવાબ આપ્યો. |
|
Forward (ફોરવર્ડ) |
આગળ મોકલવું |
Please forward this mail to your team. |
કૃપા કરીને આ મેઇલ તમારી ટીમને આગળ મોકલો. |
|
Guide (ગાઇડ) |
માર્ગદર્શન આપવું |
The mentor will guide the students. |
મેન્ટર(માર્ગદર્શક) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. |
|
Highlight (હાઇલાઇટ) |
મુખ્ય બતાવવું |
The report highlights the key issues. |
રિપોર્ટ મુખ્ય મુદ્દાઓ દર્શાવે છે. |
|
Implement (ઇમ્પ્લિમેન્ટ) |
અમલ કરવો |
The school implemented new rules. |
શાળાએ નવા નિયમોનો અમલ કર્યો. |
|
Instruct (ઇન્સ્ટ્રક્ટ) |
સૂચના આપવી |
The officer instructed the team to start work. |
અધિકારીએ ટીમને કામ શરૂ કરવાની સૂચના આપી. |
|
Supervise (સુપરવાઇઝ) |
દેખરેખ રાખવી |
The officer supervises all the staff. |
અધિકારી બધા ક્રર્મચારી પર દેખરેખ રાખે છે. |
|
Update (અપડેટ) |
સુધારો/નવી માહિતી આપવી |
Please update the file regularly. |
કૃપા કરીને ફાઇલ નિયમિત સુધારો. |
|
Verify (વેરિફાય) |
ચકાસવું |
The documents must be verified by the officer. |
દસ્તાવેજો અધિકારી દ્વારા ચકાસવા જોઈએ. |
|
Balance (બેલેન્સ) |
સંતુલન રાખવું |
We must balance work and personal life. |
આપણે કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન રાખવું જોઈએ. |
|
Authorize (ઑથોરાઇઝ) |
અધિકૃત કરવું |
Only the manager can authorize payments. |
ફક્ત મેનેજર જ ચુકવણીઓને અધિકૃત કરી શકે છે. |
|
Cancel (કેન્સલ) |
રદ કરવું |
The event was cancelled due to rain. |
વરસાદને કારણે ઇવેન્ટ રદ થઇ. |
|
Compile (કમ્પાઇલ) |
એકત્રિત કરવું |
She compiled all the data in one file. |
તેણે બધી માહિતી એક જ ફાઇલમાં એકત્રિત કરી. |
|
Conduct (કંડક્ટ) |
આયોજન/સંચાલન કરવું |
The school conducted an exam last week. |
શાળાએ ગયા અઠવાડિયે પરીક્ષા યોજી. |
|
Connect (કનેક્ટ) |
જોડવું |
Please connect the laptop to the projector. |
કૃપા કરીને લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડો. |
|
Design (ડિઝાઇન) |
ડીઝાઇન કરવી/દોરવું |
Teacher designed a square on board. |
શિક્ષકે બોર્ડ પર ચોરસ દોર્યુ. |
|
Divide (ડિવાઇડ) |
વહેંચવું |
The teacher divided the class into groups. |
શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યો. |
|
Focus (ફોકસ) |
ધ્યાન કેંદ્રિત કરવુંં |
Student shuold focus on studies. |
વિધ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેંદ્રિત કરવું જોઇએ. |
|
Learn (લર્ન) |
શિખવું |
We must learn English. |
આપણે અંગ્રેજી શિખવું જ જોઇએ. |
|
Expand (એક્સપેન્ડ) |
વિસ્તૃત કરવું |
The company wants to expand its business. |
કંપની તેનો વ્યવસાય વિસ્તૃત કરવાં માંગે છે. |
|
Lead (લીડ) |
નેતૃત્વ |
She will lead the new team. |
તેણી નવી ટીમ નું નેતૃત્વ કરશે. |
|
Good Morning (ગુડ મોર્નિંગ) |
શુભ સવાર/સુપ્રભાત |
Good Morning, Principal sir. |
આચાર્યશ્રી સુપ્રભાત. |
|
Good Day (ગુડ ડે) |
શુભ દિવસ |
Good day, madam. |
શુભ દિવસ મેડમ. |
|
Good Afternoon (ગુડ આફટરનુન) |
શુભ સાંજ!/બપોર |
Good afternoon! I hope your day’s been good. |
શુભ સાંજ/બપોર આશા છે તમારો દિવસ સારો ગયો. |
|
Good Night (ગુડ નાઇટ) |
શુભ રાત્રી |
Good night, see you tomorrow. |
શુભ રાત્રી, કાલે મળીએ. |
|
Welcome (વેલકમ) |
સ્વાગત કરવું |
Welcome to our office. |
અમારી ઓફિસમાં આપનું સ્વાગત છે. |
|
Divide (ડીવાઇડ) |
વહેંચવું |
The teacher divided the class into groups. |
શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યો. |
|
Gather (ગેઘર) |
ભેગું કરવું |
They gathered information from all sources. |
તેમણે બધા સ્ત્રોતોમાંથી માહિતી ભેગી કરી. |
|
Ignore (ઇગ્નોર) |
અવગણવું |
We should not ignore small mistakes. |
આપણે નાની ભૂલો અવગણવી જોઈએ નહીં. |
|
Plan (પ્લાન) |
યોજના બનાવવી |
They planned a trip for next month. |
તેમણે આગામી મહિને પ્રવાસની યોજના બનાવી. |
|
Include (ઇનક્લુડ) |
સામેલ કરવું |
The list includes all names. |
યાદીમાં બધા નામ સામેલ છે. |
|
Obtain (ઓબટેઇન) |
મેળવવું |
You must obtain permission before entering. |
પ્રવેશ કરતા પહેલા તમારે પરવાનગી મેળવવી પડશે. |
|
Open (ઓપન) |
ખોલવું |
Please, open the file carefully. |
કૃપા કરીને ફાઇલ ધ્યાનથી ખોલો. |
|
Close (ક્લોઝ) |
બંધ કરવું |
Please, close the door. |
કૃપા કરીને દરવાજો બંધ કરો. |
|
Involve (ઇન્વોલ્વ) |
સામેલ થવું |
All employees are involved in the project. |
બધા કર્મચારીઓ પ્રોજેક્ટમાં સામેલ છે. |
|
Perform (પર્ફોર્મ) |
પ્રદર્શન કરવું |
The artist performed well on stage. |
કલાકારે મંચ પર સારું પ્રદર્શન કર્યું. |
|
Agenda (એજન્ડા) |
કાર્યક્રમ/ચર્ચાના મુદ્દા |
what is the agenda of meeting? |
મિટીંગના ચર્ચાના મુદ્દા શુ છે? |
|
Brief (બ્રિફ) |
ટૂંકું વર્ણન |
She gave a brief report on the progress. |
તેણીએ પ્રગતિ પર ટૂંકો રિપોર્ટ આપ્યો. |
|
Draft (ડ્રાફ્ટ) |
ડ્રાફ્ટ/રૂપરેખા |
He prepared a draft of the letter. |
તેણે પત્રનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. |
|
Circulate (સર્ક્યુલેટ) |
પ્રસાર કરવું/વહેંચવું |
The notice was circulated to all staff. |
નોટિસ બધાં સ્ટાફમાં વહેંચાઈ હતી. |
|
Share (શેર) |
વહેંચવું/રજુ કરવું |
Please, share your ideas. |
કૃપા કરીને તમારા વિચારો રજુ કરો. |
|
Observe (ઓબ્ઝર્વ) |
અવલોકન કરવું |
Teachers observe the students during exams. |
શિક્ષકોએ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું અવલોકન કરે છે. |
|
Present (પ્રેઝન્ટ) |
રજૂ કરવું |
He presented his project to the committee. |
તેણે કમિટીને પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો. |
|
Prioritize(પ્રાયોરટાઇઝ) |
પ્રાથમિકતા આપવી |
We must prioritize important tasks. |
આપણે મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈએ. |
|
Propose (પ્રપોઝ) |
પ્રસ્તાવ મૂકવો |
She proposed a new idea. |
તેણીએ એક નવો વિચાર પ્રસ્તાવિત કર્યો. |
|
Record (રેકોર્ડ) |
રેકોર્ડ કરવો/નોંધવું |
Please record the video of a dance. |
કૃપા કરીને નૃત્યનો વિડીઓ રેકોર્ડ કરો. |
|
Control (કન્ટ્રોલ) |
નિયંત્રણ રાખવું |
The teacher controlled the noisy class. |
શિક્ષકે અવાજ કરતા ક્લાસને નિયંત્રિત કર્યો. |
|
Courage (કરેઝ) |
હિંમત |
It takes courage to say sorry. |
માફી માંગવા માટે હિંમત જોઈએ. |
|
Engage (એન્ગેજ) |
જોડાવું/વ્યસ્ત રાખવું |
The trainer engaged students in activities. |
ટ્રેનરે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં જોડ્યા. |
|
Expect (એક્સપેક્ટ) |
અપેક્ષા રાખવી |
The teacher expects good results. |
શિક્ષક સારા પરિણામોની અપેક્ષા રાખે છે. |
|
Refer (રીફર) |
સંદર્ભ આપવો |
Please refer to the attached file. |
કૃપા કરીને જોડેલી ફાઇલ જુઓ. |
|
Register (રજીસ્ટ્રર) |
વિનંતી કરવી |
I request your support in this matter. |
તમારે કાર્યક્રમની નોંધણી કરવી પડશે. |
|
Request (રીકવેસ્ટ) |
વિનંતી કરવી |
I request your support in this matter. |
હું આ બાબતમાં તમારો સહયોગ માગું છું. |
|
schedule (શેડ્યૂલ) |
સમયપત્રક/કાર્યક્રમ |
The school published the exam schedule. |
શાળાએ પરીક્ષાનું સમયપત્રક પ્રકાશિત કર્યું. |
|
Measure (મેઝર) |
માપવું |
The engineer measured the length. |
એન્જિનિયરે લંબાઈ માપી. |
|
Increase (ઇનક્રીઝ) |
વધારો કરવો |
The company increased the salary. |
કંપનીએ પગારમાં વધારો કર્યો. |
|
Monitor (મોનિટર) |
દેખરેખ રાખવી |
The principal will monitor the exam. |
પ્રિન્સિપાલ પરીક્ષાની દેખરેખ રાખશે. |
|
Motivate (મોટિવેટ) |
પ્રોત્સાહિત કરવું |
The coach motivated the players. |
કોચે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. |
|
Outline (આઉટલાઇન) |
રૂપરેખા આપવી |
He gave an outline of the project. |
તેણે પ્રોજેક્ટની રૂપરેખા આપી. |
|
Prevent (પ્રિવેન્ટ) |
રોકવું |
We must prevent accidents at work. |
આપણે કાર્યસ્થળ પર અકસ્માતો રોકવા જોઈએ. |
|
Inspire (ઇન્સ્પાયર) |
પ્રેરણા આપવી |
The teacher inspired students to work hard. |
શિક્ષકે વિદ્યાર્થીઓને મહેનત કરવાની પ્રેરણા આપી. |
|
Maintain (મેન્ટેન) |
જાળવવું |
We must maintain discipline in the office. |
આપણે ઓફિસમાં શિસ્ત જાળવવી જોઈએ. |
|
Introduce (ઈન્ટ્રોડ્યુસ) |
પરિચય કરાવવો |
He introduced the guest to the class. |
તેણે મહેમાનનો ક્લાસને પરિચય કરાવ્યો. |
|
Nominate (નોમિનેટ) |
પસંદગી કરવી |
He was nominated for the award. |
તેને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો. |
|
Justify (જસ્ટિફાય) |
યોગ્ય ઠેરવવું |
You must justify your decision. |
તમારે તમારો નિર્ણય યોગ્ય ઠેરવવો પડશે. |
|
Notify (નોટિફાય) |
સૂચિત કરવું |
Please notify me in advance. |
કૃપા કરીને મને પહેલેથી સૂચિત કરો. |
|
Identify (આઈડેન્ટિફાય) |
ઓળખવું |
The teacher identified the problems. |
શિક્ષકે સમસ્યાઓને ઓળખી. |
|
Decrease (ડિક્રીઝ) |
ઘટાડવું,ઓછુ કરવું |
The temperature will decrease at night. |
રાત્રે તાપમાન ઘટશે. |
|
Overcome (ઓવરકમ) |
પાર પામવું |
We must overcome our weaknesses. |
આપણે અમારી કમજોરીઓ પર પાર પામવું જોઈએ. |
|
Express (એક્સપ્રેસ) |
વ્યક્ત કરવું |
She expressed her opinion clearly. |
તેણે પોતાનો વિચાર સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો. |
|
Facilitate(ફેસિલિટેટ) |
સરળ બનાવવું/સુવિધા આપવી |
The officer facilitated the process. |
અધિકારીએ પ્રક્રિયા સરળ બનાવી. |
|
Execute (એક્ઝિક્યુટ) |
અમલમાં મૂકવું |
The company will execute the plan next week. |
કંપની આગામી અઠવાડિયે યોજનાનો અમલ કરશે. |
|
Feedback (ફીડબેક) |
પ્રતિસાદ |
Please give feedback on the presentation. |
કૃપા કરીને પ્રેઝન્ટેશન પર પ્રતિસાદ આપો. |
|
Efficient (ઇફિશન્ટ) |
કાર્યક્ષમ |
She is an efficient worker. |
તે કાર્યક્ષમ કામદાર છે. |
|
Deadline (ડેડલાઇન) |
સમયમર્યાદા |
The report must be completed before the deadline. |
રિપોર્ટ સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરવો જોઈએ. |
|
Coordinate (કોર્ડિનેટ) |
સંકલન કરવું |
He will coordinate the event. |
તે કાર્યક્રમનું સંકલન કરશે. |
|
Appraise (એપ્રેઝ) |
મૂલ્યાંકન કરવું |
The Company will appraise employee performance annually. |
કંપની દર વર્ષે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરશે. |
|
Audit (ઓડિટ) |
ઓડિટ કરવું |
The finance team will audit the accounts next week. |
ફાઇનાન્સ ટીમ આવતા અઠવાડિયે ખાતાઓનું ઓડિટ કરશે. |
|
Forecast (ફોરકાસ્ટ) |
આગાહી કરવી |
The manager forecasted next month’s sales trends. |
મેનેજરે આવતા મહિનાનાં વેચાણની પ્રવૃત્તિની આગાહી કરી. |
|
Formulate (ફોર્મ્યુલેટ) |
તૈયાર કરવું/રચવું |
We will formulate a plan to increase productivity. |
અમે ઉત્પાદન વધારવા માટે યોજના તૈયાર કરીશું. |
|
Benchmark (બેન્ચમાર્ક) |
માપદંડ/તુલનાત્મક ધોરણ |
The company set a benchmark for quality standards. |
કંપનીએ ગુણવત્તા ધોરણ માટે માપદંડ સેટ કર્યો. |
|
Liaise (લેઆઝ) |
સંકળાવા/સંબંધ રાખવો |
She liaised with other departments for the project. |
તેણીએ પ્રોજેક્ટ માટે અન્ય વિભાગો સાથે સંબંધ રાખ્યો. |
|
Streamline (સ્ટ્રીમલાઇન) |
કાર્યક્ષમ બનાવવું/સુગમિત કરવું |
The office streamlined the filing system for efficiency. |
ઓફિસે કાર્યક્ષમતા માટે ફાઇલિંગ સિસ્ટમને સુગમિત કર્યું. |
|
Validate (વેલિડેટ) |
માન્ય કરવું |
Please validate the data before submission. |
કૃપા કરીને સબમિશન પહેલાં ડેટાને માન્ય કરો. |
|
Reorganize (રિ-ઓર્ગેનાઈઝ) |
પુનઃવ્યવસ્થા કરવીી |
The company reorganized its departments for efficiency. |
કંપનીએ કાર્યક્ષમતા માટે તેના વિભાગોની પુનઃવ્યવસ્થા કરી. |
|
Consolidate(કૉન્સોલિડેટ) |
મજબૂત બનાવવું/એકીકૃત કરવું |
The manager consolidated reports from all teams. |
મેનેજરે તમામ ટીમોના રિપોર્ટને એકીકૃત કર્યું. |
|
Integrate (ઈન્ટિગ્રેટ) |
એકીકૃત કરવું |
The software integrates all financial data. |
સોફ્ટવેર બધા નાણાકીય માહિતીને એકીકૃત કરે છે. |
|
Initiate (ઇનિશિએટ) |
પ્રારંભ કરવું |
The team initiated a new training program. |
ટીમે નવો તાલીમ કાર્યક્રમ પ્રારંભ કર્યો. |
|
Reassess (રિ-એસેસ) |
ફરીથી મૂલ્યાંકન કરવું |
We need to reassess our current strategy. |
આપણે આપણી હાલની વ્યૂહરચનાનું ફરીથી મૂલ્યાંકન કરવું જોઇએ. |
|
Delegate (ડેલીગેટ) |
કામ સોંપવું |
Leaders delegate authority to capable employees. |
નેતાઓ ક્ષમતા ધરાવતા કર્મચારીઓને સત્તા સોંપે છે. |
|
Collaborate (કોલેબોરેટ) |
સહયોગ કરવો |
Teams collaborate to complete major projects. |
ટીમો મોટી યોજનાઓ પૂરી કરવા માટે સહયોગ કરે છે. |
|
Optimize (ઑપ્ટિમાઇઝ) |
વધુ કાર્યક્ષમ બનાવવું |
We need to optimize the supply chain. |
આપણે સપ્લાય ચેઇનને વધુ કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. |
|
Revise (રિવાઈઝ) |
સુધારવું/ફેરફાર કરવો |
The report was revised before submission. |
રિપોર્ટને સબમિશન પહેલા સુધાર્યો. |
|
Innovate (ઇનોવેટ) |
નવીનતા લાવવી |
The firm constantly innovates to stay competitive. |
કંપની સ્પર્ધાત્મક રહેવા માટે સતત નવીનતા લાવે છે. |
|
Assess (એસેસ) |
મૂલ્યાંકન કરવું |
Managers assess staff performance annually. |
મેનેજર દર વર્ષે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. |
|
Align (એલાઇન) |
સુસંગત કરવું |
We must align our goals with the company vision. |
આપણે આપણા લક્ષ્યો કંપનીના દૂરદર્શિતા સાથે સુસંગત કરવા જોઈએ. |
|
Evaluate (ઈવેલ્યુએટ) |
મૂલ્યાંકન કરવું |
Teachers evaluate student’s progress everymonth. |
શિક્ષક દરમહિને વિદ્યાર્થીઓની પ્રગતિનું મૂલ્યાંકન કરે છે. |
|
Allocate (એલોકેટ) |
ફાળવવું/વહેંચવું |
The manager allocated tasks to team members. |
મેનેજરે ટીમના સભ્યોને કામ ફાળવ્યું. |
|
Procure (પ્રોક્યુર) |
મેળવવું/પ્રાપ્ત કરવું |
The office procured new laptops for staff. |
ઓફિસે સ્ટાફ માટે નવા લેપટોપ મેળવ્યા. |
|
Negotiate (નેગોશિએટ) |
વાતચીત કરીને સમાધાન કરવું |
The team negotiated the contract terms with suppliers. |
ટીમે સપ્લાયર્સ સાથે કરારની શરતો પર વાતચીત કરી. |
|
Document (ડોક્યુમેન્ટ) |
દસ્તાવેજ તૈયાર કરવો |
Please, document all procedures clearly. |
કૃપા કરીને બધા પ્રક્રીયાઓ સ્પષ્ટ રીતે દસ્તાવેજ કરો. |
|
Track (ટ્રૅક) |
અનુસરીને નિરીક્ષણ કરવું |
Managers track project milestones regularly. |
મેનેજર્સ નિયમિત રીતે પ્રોજેક્ટ માઇલસ્ટોન્સ અનુસરે છે. |
|
Consult (કન્સલ્ટ) |
સલાહ લેવી/પરામર્શ કરવો |
Employees consult experts for guidance. |
કર્મચારીઓ માર્ગદર્શન માટે નિષ્ણાતોની સલાહ લે છે. |
|
Blueprint (બ્લ્યૂપ્રિન્ટ) |
નકશો, રૂપરેખા |
Follow the technical blueprint for installation. |
ઇન્સ્ટોલેશન માટે તકનીકી નકશાને અનુસરો. |
|
Dimension (ડાયમેન્શન) |
પરિમાણ, માપ |
Check all three dimensions (length, width, height). |
ત્રણેય પરિમાણો (લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ) તપાસો. |
|
Layout (લે-આઉટ) |
ગોઠવણ, યોજના |
The machine shop layout is planned for efficiency. |
મશીન શોપની ગોઠવણ કાર્યક્ષમતા માટે આયોજન કરવામાં આવ્યું છે. |
|
Compliance (કમ્પ્લાયન્સ ) |
નિયમો અને નીતિઓનું પાલન |
Compliance with safety rules is necessary. |
સુરક્ષા નિયમોનું પાલન જરૂરી છે. |
|
Insight (ઇન્સાઇટ) |
ઊંડું સમજણ અથવા જ્ઞાન |
Her insight helped solve the problem. |
તેની ઊંડી સમજણથી સમસ્યા ઉકેલી શકાઈ. |
|
Strategy (સ્ટ્રેટેજી) |
યોજના કે રણનીતિ |
We need a new strategy for marketing. |
આપણને માર્કેટિંગ માટે એક નવી રણનીતિની જરૂર છે. |
|
Model (મોડેલ) |
નમૂનો, પ્રતિરૂપ |
A three-dimensional model helps visualize the part. |
ત્રિ-પરિમાણીય નમૂનો ભાગની કલ્પના કરવામાં મદદ કરે છે. |
|
Cost (કોસ્ટ) |
ખર્ચા,પડતર |
Calculate the cost of production. |
ઉત્પાદનનો ખર્ચ ગણો. |
|
Resource (રિસોર્સ) |
ઉપયોગી વસ્તુ કે વ્યક્તિ |
Time is a valuable resource. |
સમય એક કિંમતી સાધન છે. |
|
Protocol (પ્રોટોકોલ) |
નિયમિત પ્રક્રિયા કે રીત |
Follow the protocol during meetings. |
મીટિંગ દરમિયાન નિયમિત રીતોનું પાલન કરો. |
|
Resolve (રિઝોલ્વ) |
ઉકેલ લાવવો |
We need to resolve this issue quickly. |
આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવો જરૂરી છે. |
|
Loss (લોસ) |
નુકસાન |
Poor planning led to a financial loss. |
નબળા આયોજનથી નાણાકીય નુકસાન થયું. |
|
Profit (પ્રોફિટ) |
નફો |
Maximizing profit is the main business goal. |
નફો વધારવો એ મુખ્ય વ્યવસાયિક ધ્યેય છે. |
|
Execute (એક્સિક્યુટ) |
અમલ કરવો |
The team executed the plan perfectly. |
ટીમે યોજના સંપૂર્ણ રીતે અમલમાં મૂકી. |
|
Retain (રિટેન) |
જાળવી રાખવું |
The company wants to retain good employees. |
કંપની સારી કર્મચારીઓને જાળવી રાખવા માંગે છે. |
|
Summarize (સમરાઈઝ) |
સારાંશ આપવો |
Please summarize the report. |
કૃપા કરીને અહેવાલનો સારાંશ આપો. |
|
Patent (પેટન્ટ) |
પેટન્ટ,અધિકારપત્રો |
He filed a patent for his new invention. |
તેણે તેની નવી શોધ માટે પેટન્ટ ફાઇલ કરી. |
|
Distribution (ડિસ્ટ્રીબ્યુશન) |
વિતરણ |
We improved the product distribution network. |
અમે ઉત્પાદન વિતરણ નેટવર્ક સુધાર્યું. |
|
Anticipate (એન્ટિસિપેટ) |
પૂર્વાનુમાન કરવું |
We anticipate high demand this season. |
અમે આ સીઝનમાં વધુ માંગની અપેક્ષા રાખીએ છીએ. |
|
Clarification (ક્લેરિફિકેશન) |
સ્પષ્ટતા |
I need clarification on this point. |
મને આ મુદ્દા પર સ્પષ્ટતા જોઈએ. |
|
Reinforce (રેઇનફોર્સ) |
મજબૂત બનાવવું |
The manager reinforced the rules. |
મેનેજરે નિયમોને મજબૂત બનાવ્યા. |
|
Market (માર્કેટ) |
બજાર |
Target a specific customer market. |
ચોક્કસ ગ્રાહક બજારને લક્ષ્ય બનાવો. |
|
Risk (રિસ્ક) |
જોખમ |
Analyze the potential risk of machine breakdown. |
મશીન તૂટી પડવાના સંભવિત જોખમનું વિશ્લેષણ કરો. |
|
Terminate (ટર્મિનેટ) |
સમાપ્ત કરવું |
They terminated the contract. |
તેમણે કરાર સમાપ્ત કર્યો. |
|
Accomplish (અકમ્પ્લિશ) |
પૂર્ણ કરવું |
We accomplished our goals. |
અમે અમારા લક્ષ્યો પૂર્ણ કર્યા. |
|
Distribute (ડિસ્ટ્રીબ્યુટ) |
વહેંચવું |
The manager distributed the tasks. |
મેનેજરે કામ વહેંચ્યા. |
|
Goal (ગૉલ) |
ધ્યેય,લક્ષ્ય |
Set a clear goal for the project. |
પ્રોજેક્ટ માટે સ્પષ્ટ ધ્યેય નક્કી કરો. |
|
Target (ટાર્ગેટ) |
લક્ષ્યાંક |
We must reach the sales target. |
આપણે વેચાણના લક્ષ્યાંકને પૂર્ણ કરવો જોઈએ. |
|
Acknowledge (એકનોલેજ) |
સ્વીકાર કરવો |
He acknowledged the mistake. |
તેણે ભૂલ સ્વીકારી. |
|
Conclude (કન્ક્લૂડ) |
નિષ્કર્ષ કાઢવો |
Let’s conclude the meeting now. |
ચાલો હવે મીટિંગનો અંત લાવીએ. |
|
Accelerate (એક્સેલરેટ) |
ઝડપ વધારવી |
We must accelerate the process. |
અમારે પ્રક્રિયાની ઝડપ વધારવી જોઈએ. |
|
Leader (લીડર) |
નેતા,આગેવાન |
The project leader guides the work. |
પ્રોજેક્ટના નેતા કામનું માર્ગદર્શન કરે છે. |
|
Skill (સ્કિલ) |
કૌશલ્ય |
Develop the technical skills. |
તકનીકી કૌશલ્યો વિકસાવો. |
|
Initiative (ઇનિશિએટિવ) |
પહેલ |
She took the initiative to start the project. |
તેણે પ્રોજેક્ટ શરૂ કરવાની પહેલ લીધી. |
|
Sustain (સસ્ટેન) |
ટકાવવું |
We must sustain our performance. |
આપણે આપણી કામગીરી ટકાવવી જોઈએ. |
|
Amend (એમેન્ડ) |
સુધારવું |
We need to amend the policy. |
આપણે નીતિમાં સુધારો કરવો પડશે. |
|
Function (ફંક્શન) |
કાર્ય |
What is the main function of this part? |
આ ભાગનું મુખ્ય કાર્ય શું છે? |
|
Volume (વોલ્યુમ) |
કદ |
Measure the volume of the tank. |
ટાંકીનું કદ માપ. |
|
Consent (કન્સેન્ટ) |
સંમતિ |
He gave his consent for the proposal. |
તેણે પ્રસ્તાવ માટે સંમતિ આપી. |
|
Disclose (ડિસ્ક્લોઝ) |
ખુલાસો કરવો |
She disclosed the details in the meeting. |
તેણે મીટિંગ માં વિગતોનો ખુલાસો કર્યો. |
|
Enforce (એનફોર્સ) |
અમલ કરાવવો |
The rules must be enforced strictly. |
નિયમોનો કડક અમલ કરાવવો જોઈએ. |
|
Automatic (ઓટોમેટિક) |
સ્વયં-સંચાલિત |
The robot works on an automatic cycle. |
રોબોટ સ્વયં-સંચાલિત ચક્ર પર કામ કરે છે. |
|
Repair (રિપેર) |
સમારકામ |
The technician came to repair the machine. |
ટેકનિશિયન મશીન રિપેર કરવા આવ્યો. |
|
Neglect (નેગ્લેક્ટ) |
અવગણવું |
Don’t neglect your responsibilities. |
તમારી જવાબદારીઓ અવગણશો નહીં. |
|
Revoke (રિવોક) |
રદ કરવું |
The license was revoked. |
લાઈસન્સ રદ કરવામાં આવ્યું. |
|
Comply (કમ્પ્લાય) |
પાલન કરવું |
You must comply with the rules. |
તમારે નિયમોનું પાલન કરવું પડશે. |
|
Analysis (એનાલિસિસ) |
વિશ્લેષણ |
Perform a stress analysis on the beam. |
બીમ પર તણાવ વિશ્લેષણ કરો. |
|
Capacity (કેપેસિટી) |
ક્ષમતા |
The battery has a high capacity. |
બેટરીની ક્ષમતા વધુ છે. |
|
Listen (લીસન) |
સાંભળવું |
Listen carefully to the teacher’s advice. |
શિક્ષકની સલાહ ધ્યાનથી સાંભળો. |
|
Join (જોઇન) |
જોડાવું |
We will join the meeting at 10 am. |
અમે સવારે 10 વાગ્યે બેઠકમાં જોડાશું. |
|
Achieve (અચીવ) |
હાંસલ કરવું/પ્રાપ્ત કરવું |
We can achieve success through hard work. |
આપણે મહેનતથી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. |
|
Help (હેલ્પ) |
મદદ કરવી |
Always help your classmates when needed. |
જરૂર પડે ત્યારે હંમેશા તમારા સહાધ્યાયીઓને મદદ કરો. |
|
Borrow (બોરો) |
ઉધાર લેવું |
Can I borrow your pen for a minute? |
શું હું તમારી પેન એક મિનિટ માટે ઉધાર લઈ શકું? |
|
Dispute (ડિસ્પ્યુટ) |
વિવાદ |
The teams had a dispute over responsibilities. |
ટીમો વચ્ચે જવાબદારીઓ અંગે વિવાદ થયો. |
|
Endorse (એન્ડોર્સ) |
સમર્થન કરવું |
The board endorsed the new proposal. |
બોર્ડે નવા પ્રસ્તાવને સમર્થન આપ્યું. |
|
Generate (જનરેટ) |
ઉત્પન્ન કરવું |
The solar panels generate electricity from sunlight. |
સોલાર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. |
|
Refine (રિફાઇન) |
સુધારવું |
We refined the process for efficiency. |
અમે કાર્યક્ષમતા માટે પ્રક્રિયા સુધારી. |
|
Deduct (ડિડક્ટ) |
ઘટાડવું/કપાત |
Tax will be deducted from your salary. |
તમે આ સેવા માટે ભાવ આપી શકો છો? |
|
Quote (ક્વોટ) |
ભાવ આપવો |
Can you quote the price for this service? |
તમારા પગારમાંથી કર કપાત કરવામાં આવશે. |
|
Transfer (ટ્રાન્સફર) |
સ્થાનાંતર કરવું |
He was transferred to the Mumbai office. |
તેને મુંબઈ ઓફિસમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો. |
|
Upgrade (અપગ્રેડ) |
સુધારવું |
We upgraded our software last month. |
અમે ગયા મહિને અમારું સોફ્ટવેર અપગ્રેડ કર્યું. |
|
Finish (ફિનિશ) |
સમાપ્ત કરવું,સપાટીકરણ |
The surface needs a smooth finish. |
સપાટીને સરળ સપાટીકરણની જરૂર છે. |
|
Inspection (ઇન્સ્પેક્શન) |
તપાસ, નિરીક્ષણ |
Every part goes through final inspection. |
દરેક ભાગ અંતિમ તપાસમાંથી પસાર થાય છે. |
|
Order (ઓર્ડર) |
ઓર્ડર આપવો/ક્રમમાં ગોઠવવું |
I ordered a new phone online. |
મેં ઓનલાઇન નવો ફોન ઓર્ડર કર્યો. |
|
Play (પ્લે) |
રમવું/વગાડવું |
Children play in the park every evening. |
બાળકો દર સાંજે બગીચામાં રમે છે. |
|
Point (પોઇન્ટ) |
ઈશારો કરવો/મુદ્દો |
She pointed at the picture on the wall. |
તેણે દિવાલ પરના ચિત્ર તરફ ઈશારો કર્યો. |
|
Print (પ્રિન્ટ) |
છાપવું |
Please print the report before the meeting. |
કૃપા કરીને મિટિંગ પહેલાં રિપોર્ટ પ્રિન્ટ કરો. |
|
Pull (પુલ) |
ખેંચવું |
He pulled the door to open it. |
તેણે દરવાજો ખોલવા માટે ખેંચ્યો. |
|
Settle (સેટલ) |
ઠરાવવું/શાંતિથી બેસવું |
They settled the issue after a long talk. |
લાંબી ચર્ચા પછી તેમણે મુદ્દો સેટલ કર્યો. |
|
Turn (ટર્ન) |
વળવું/ફેરવવું |
Turn left after the traffic signal. |
ટ્રાફિક સિગ્નલ પછી ડાબી બાજુ વળો. |
|
Throw (થ્રો) |
ફેંકવું |
Don’t throw garbage on the road. |
રસ્તા પર કચરો ન ફેંકો. |
|
Touch (ટચ) |
સ્પર્શ કરવો |
Please don’t touch the painting. |
કૃપા કરીને ચિત્રને સ્પર્શ ન કરો. |
|
Train (ટ્રેન) |
તાલીમ આપવી/ટ્રેન |
The company will train new employees. |
કંપની નવા કર્મચારીઓને તાલીમ આપશે. |
|
Travel (ટ્રાવેલ) |
મુસાફરી કરવી |
I love to travel to new places. |
મને નવા સ્થળોએ મુસાફરી કરવી ગમે છે. |
|
Type (ટાઇપ) |
લખવું/પ્રકાર |
Please type the letter on the computer. |
કૃપા કરીને કમ્પ્યુટર પર પત્ર ટાઇપ કરો. |
|
Visit (વિઝિટ) |
મુલાકાત લેવી |
We visited the museum yesterday. |
અમે કાલે મ્યુઝિયમની મુલાકાત લીધી. |
|
Acquire (એક્વાયર) |
મેળવવું/હાંસલ કરવું |
She acquired good communication skills. |
તેણે સારી સંવાદ કળા મેળવી. |
|
Adapt (એડેપ્ટ) |
પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવો |
He quickly adapted to the new environment. |
તેણે નવી પરિસ્થિતિમાં ઝડપથી જાતને ઢાળી. |
|
Add (એડ) |
ઉમેરવું/નાખવું |
Please add sugar to my tea. |
કૃપા કરીને મારી ચામાં ખાંડ ઉમેરો. |
|
Adjust (એડજસ્ટ) |
સરખું કરવું/ઠીક કરવું |
He adjusted the chair before sitting. |
તેણે બેસતા પહેલાં ખુરશી ઠીક કરી. |
|
Admire (એડમાયર) |
પ્રશંસા કરવી |
Everyone admires her honesty. |
દરેક વ્યક્તિ તેની ઈમાનદારીની પ્રશંસા કરે છે. |
|
Admit (એડમિટ) |
સ્વીકારવું/પ્રવેશ આપવો |
He admitted his mistake. |
તેણે પોતાની ભૂલ સ્વીકારી. |
|
Affect (અફેક્ટ) |
અસર કરવી |
The heavy rain affected the crops badly. |
ભારે વરસાદે પાક પર ખરાબ અસર કરી. |
|
Aim (એઇમ) |
લક્ષ્ય રાખવું |
Her aim is to become a doctor. |
તેનું લક્ષ્ય ડૉક્ટર બનવાનું છે. |
|
Analyze (એનાલાઇઝ) |
વિશ્લેષણ કરવું |
The teacher analyzed the test results. |
શિક્ષકે પરીક્ષાના પરિણામોનું વિશ્લેષણ કર્યું. |
|
Answer (આન્સર) |
જવાબ આપવો |
Please answer my question. |
કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપો. |
|
Appreciate (એપ્રિશિએટ) |
કદર કરવી/આભાર માનવો |
I really appreciate your help. |
હું તમારી મદદની ખરેખર કદર કરું છું. |
|
Arrive (અરાઇવ) |
પહોંચવું |
The train arrived at 6 o’clock. |
ટ્રેન છ વાગ્યે પહોંચી. |
|
Assume (અઝ્યુમ) |
માનવું/ધારવું |
I assumed, he was not coming. |
મેં ધાર્યું કે તે નહીં આવે. |
|
Assure (અશ્યોર) |
ખાતરી આપવી |
He assured me that everything is fine. |
તેણે મને ખાતરી આપી કે બધું ઠીક છે. |
|
Attempt (અટેમ્પ્ટ) |
પ્રયત્ન કરવો |
She attempted to climb the mountain. |
તેણે પર્વત ચડવાનો પ્રયત્ન કર્યો. |
|
Attract (એટ્રેક્ટ) |
આકર્ષિત કરવું |
Flowers attract many bees. |
ફૂલ અનેક માખીઓને આકર્ષે છે. |
|
Avoid (અવોઇડ) |
ટાળવું |
You should avoid junk food. |
તમારે જંક ફૂડ ટાળવું જોઈએ. |
|
Bring (બ્રિંગ) |
લાવવું |
Please bring your notebook tomorrow. |
કૃપા કરીને કાલે તમારી નોટબુક લાવો. |
|
Calculate (કેલ્ક્યુલેટ) |
ગણતરી કરવી |
He calculated the total cost of the project. |
તેણે પ્રોજેક્ટનો કુલ ખર્ચ ગણ્યો. |
|
Care (કેર) |
કાળજી લેવી |
She takes good care of her parents. |
તે પોતાના માતા-પિતાની સારી કાળજી રાખે છે. |
|
Celebrate (સેલિબ્રેટ) |
ઉજવણી કરવી |
We celebrated Diwali with joy. |
અમે આનંદથી દિવાળીની ઉજવણી કરી. |
|
Change (ચેન્જ) |
બદલવું/ફેરફાર કરવો |
She changed her dress before the party. |
તેણે પાર્ટી પહેલાં પોતાનો ડ્રેસ બદલ્યો. |
|
Clean (ક્લીન) |
સાફ કરવું |
Please clean the table after lunch. |
કૃપા કરીને લંચ પછી ટેબલ સાફ કરો. |
|
Complain (કમ્પ્લેન) |
ફરિયાદ કરવી |
He complained about the noise. |
તેણે અવાજ વિશે ફરિયાદ કરી. |
|
Concentrate (કોન્સન્ટ્રેટ) |
ધ્યાન કેન્દ્રિત કરવું |
Please concentrate on your studies. |
કૃપા કરીને તમારા અભ્યાસ પર ધ્યાન આપો. |
|
Consider (કોન્સિડર) |
વિચાર કરવો/ધ્યાનમાં લેવું |
We will consider your suggestion. |
અમે તમારી સલાહ પર વિચાર કરીશું. |
|
Cooperate (કોઓપરેટ) |
સહકાર આપવો |
Please cooperate with the team members. |
કૃપા કરીને ટીમના સભ્યો સાથે સહકાર આપો. |
|
Declare (ડિક્લેર) |
જાહેર કરવું |
The results were declared yesterday. |
પરિણામો કાલે જાહેર થયા. |
|
Decorate (ડેકોરેટ) |
સજાવટ કરવી |
We decorated the hall for the function. |
અમે કાર્યક્રમ માટે હોલની સજાવટ કરી. |
|
Depend (ડિપેન્ડ) |
આધાર રાખવો |
Children depend on their parents. |
બાળકો પોતાના માતા-પિતાના આધાર પર રાખે છે. |
|
Discover (ડિસ્કવર) |
શોધવું/જાણવા મળવું |
Scientists discovered a new planet. |
વૈજ્ઞાનિકોએ નવો ગ્રહ શોધ્યો. |
|
Display (ડિસ્પ્લે) |
બતાવવું/પ્રદર્શિત કરવું |
The shop displayed new clothes in the window. |
દુકાને વિંડોમાં નવા કપડાં પ્રદર્શિત કર્યા. |
|
Educate (એજ્યુકેટ) |
શિક્ષિત કરવું |
Schools educate children for a better future. |
શાળાઓ બાળકોને સારા ભવિષ્ય માટે શિક્ષિત કરે છે. |
|
Elect (ઇલેક્ટ) |
ચૂંટણી કરવી/પસંદ કરવું |
They elected him as the class monitor. |
તેમણે તેને વર્ગના મોનીટર તરીકે પસંદ કર્યો. |
|
Escape (એસ્કેપ) |
ભાગી જવું/છટકી જવું |
The thief escaped from the police. |
ચોર પોલીસથી ભાગી ગયો. |
|
Establish (એસ્ટાબ્લિશ) |
સ્થાપના કરવી |
He established a new company last year. |
તેણે ગયા વર્ષે નવી કંપની સ્થાપી. |
|
Exist (એક્ઝિસ્ટ) |
અસ્તિત્વમાં હોવું |
Dinosaurs no longer exist. |
ડાયનોસોર હવે અસ્તિત્વમાં નથી. |