Composition of sentence (વાક્ય
રચના)
મિત્રો, તમને ક્યારેક એવું
થયું હશે કે English માં કોઈ વાક્યના બધા જ શબ્દો તમને ખબર
હશે, પણ તેમછતાં તે વાક્યનો અર્થ તમને નહીં સમજાયો હોય. તો આવું કેમ થાય છે?
આનો
જવાબ છે,
વાક્ય રચના...
કોઈપણ
ભાષાની એક વાક્ય રચના (Composition
of sentence) હોય
છે, તો તે
ભાષાની વાક્ય રચના શું છે તે જાણવું પડે, અને તે પ્રમાણે જો
આપણે શબ્દો ગોઠવીએ તો આપણે કોઈ અર્થસભર સાદું વાક્ય બનાવી શકીએ. તો હવે આપણે વાક્ય
રચના (Composition
of sentence) એક
ગુજરાતી વાક્ય દ્વારા શીખીશું અને તેનું English
માં રૂપાંતરણ પણ કરીશું.
ઉદાહરણ,
ગુજરાતી;
મારા
પપ્પા મને દર મહિને રૂ.૧૦,૦૦૦ ફોન પે દ્વારા ગામડેથી મોકલે છે.
અહિં, આપણે આ વાક્ય ને છ
ભાગોમાં વહેંચી દઈશું.
1. Subject (કર્તા)
2.
Verb (ક્રિયાપદ)
3.
Object (કર્મ): 1. living object (સજીવ કર્મ) 2. non-living
object (નિર્જીવ કર્મ)
4.
Place
(સ્થળ)
5.
Time(સમય)
6.
Other
(અન્ય)
હવે, ઉપરના છ ભાગોને આપણે
કઈ રીતે ઓળખીશુ?
તો
તેના માટે આપણે સૌપ્રથમ ક્રિયા કઈ છે તે શોધીશું અને વાક્યને જ પ્રશ્ન પૂછીશું.
ક્રિયા
કઈ છે તે જાણી લીધા પછી આપણે વાક્યને નીચેના પ્રશ્નો પૂછીશું.
·
ક્રિયા
કોણ કરે છે?- એટલે આપણને subject (કર્તા) મળશે.
·
શું
થઈ રહ્યું છે?- એટલે આપણને verb (ક્રિયાપદ) મળશે.
·
ક્રિયા
કોના પર થઈ રહી છે?- એટલે આપણને object (કર્મ) મળશે. જેમાં કોને? થી living object
(સજીવ કર્મ) અને શું? થી non-living
(નિર્જીવ કર્મ) મળશે.
·
ક્રિયા
ક્યાં થાય છે?- એટલે આપણને place (સ્થળ) મળશે.
·
ક્રિયા
ક્યારે થાય છે?- એટલે આપણને time (સમય)
મળશે.
·
અને
છેલ્લે જે બાકી વધે તેને આપણે other (અન્ય) ગણીશુ.
ઉપરના
પ્રશ્નોના જવાબ મળી ગયા પછી આપણે તેને English વાક્ય રચના પ્રમાણે ગોઠવીશું…
તો,
English ની વાક્ય રચના (Composition of sentence) આ પ્રમાણે છે;
Sub+verb+obj+place+time+other
જ્યારે,
ગુજરાતીની
વાક્ય રચના આ પ્રમાણે છે;
Sub+obj+verb+place+time+other
ગુજરાતી
વાક્ય રચનામાં સમય અને સ્થળ પોતાની જગ્યા બદલી શકે છે, પણ બંને ભાષાઓની વાક્ય
રચનામાં કર્તા, કર્મ અને ક્રિયાપદ પોતાની જગ્યા બદલી શકશે
નહીં, અને જો એવું થાય તો વાક્ય પોતાનો અર્થ ગુમાવી દેશે.
તો
શરૂઆતનું ગુજરાતી વાક્ય જે આ પ્રમાણે હતું...
મારા
પપ્પા મને દર મહિને રૂ.૧૦,૦૦૦ ફોન પે દ્વારા ગામડેથી મોકલે છે.
તેને
English ની
વાક્ય રચના (Composition of sentence) પ્રમાણે ગોઠવીશું.
જેમાં,
·
Subject- મારા પપ્પા-my father
·
Verb-મોકલે છે- sends
·
Object- મને-me, Rs.10,000
·
Place- ગામડેથી-from village
·
Time- દર મહિને-every month
·
Other- ફોન પે દ્વારા- by phonepe
Gujarati:
Sub+obj+verb+place+time+other
મારા પપ્પા મને દર મહિને રૂ.૧૦,૦૦૦ ફોન પે દ્વારા
ગામડેથી મોકલે છે
English:
Sub+verb+obj+place+time+other
My father sends me Rs.10,000 from village every month by phonepe.
અહિં, object (કર્મ) માં living object (સજીવ કર્મ) પ્રથમ આવશે અને non-living object (નિર્જીવ કર્મ) પછી આવશે.
Gujarati
અને English વાક્ય રચનામાં સમય અને સ્થળ એકબીજાની
જગ્યા બદલી શકે છે.
પ્રેક્ટિસ માટે;
1. હું દરરોજ સ્કૂલે જાવ છું.
2. હું ક્રિકેટ રમું છું.
3. રમેશ પાણી પીવે છે.
4. તમે ઇંગ્લિશ બોલો છો.
5. આપણે ઇંગ્લિશ શીખીએ છીએ.
6. મારો ભાઈ કોલેજ માં ભણે છે.
7. અમિત મને રોજ એક ચોકલેટ આપે છે.
8. હું કિંજલ ને રોજ ફરવા લઈ જાવ છું.
9. મારા મમ્મી રોજ મંદિરે જાય છે.
10. મારા કુતરા નું નામ રાજુ છે.
તો
મિત્રો, ઉપરના
ઉદાહરણ દ્વારા આપણે જોયું કે જ્યાં સુધી આપણને કોઈ પણ ભાષાની વાક્ય રચના (Composition
of sentence) ખબર
નહીં હોય ત્યાં સુધી આપણે તેનું ભાષાંતર કરી શકીશું નહીં, ઉપરાંત તેનો અર્થ પણ કાઢી
શકીશું નહીં. માટે, કોઈ પણ ભાષા શીખવી હોય તો શરૂઆત જે તે ભાષાની
વાક્ય રચના (Composition
of sentence) થી કરવી
જોઈએ. અહી,
આપણે English language શીખીએ છીએ તેથી આપણે English વાક્ય રચના (Composition of sentence) નું ઉદાહરણ લીધું. તમે પણ આ રીતે કોઈ સદા
ગુજરાતી વાક્યો લઈને જાતે તેનું translation કરી શકો છો. એકવાર
વાક્ય રચના (Composition of sentence) માં પકડ મજબૂત થઈ ગયા પછી તમે કાળ
(tense) શીખી
શકો છો.