Alphabets
Gujarati English
Consonants 36 21
Vowels 12 05
Total 48 26
ઉપર દર્શાવેલ ગુજરાતી અને ઇંગ્લિશની સરખામણી કરતાં આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતીમાં ઇંગ્લિશ ભાષાની સરખામણીએ સ્વર અને વ્યંજન માં બહુ જ મોટો તફાવત જોવા મળે છે. અને તેને યાદ રાખવામા પણ ઘણી બધી મુશ્કેલીઓ પડી શકે છે. જ્યારે ઇંગ્લિશ માં મૂળાક્ષરોની સંખ્યા પણ ઓછી છે અને તેને યાદ રાખવામા પણ સરળતા રહે છે. ગુજરાતી આપણી માતૃભાષા હોવા છતાં આપણે તેના મૂળાક્ષરો ને ક્રમશઃ બોલી શકીશું નહીં પણ ઇંગ્લિશ માં એવું થતું નથી, એનો સીધો અર્થ એવો થાય કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ભાષા શીખવી સરળ છે. ઇંગ્લિશ ભાષા આપણે માત્ર છ મહિનામાં શીખી શકીએ છીએ. ઇંગ્લિશ ભાષા અઘરી લાગવાનુ મુખ્ય કારણ માત્ર એજ છે કે એને આપણે અત્યાર સુધી પદ્ધતિસર શીખ્યા કે ભણ્યા નથી. પરંતુ હવે આપણે આ વેબસાઇટના માધ્યમથી પદ્ધતિસર અભ્યાસ કરીશું અને સરળતાથી શીખીશું.
હવે આપણે ઇંગ્લિશ ભાષામાં આવતા સ્વરો(vowels) અને વ્યંજનો(consonants) નો ઉદાહરણ સાથે વિગતે અભ્યાસ કરીશું.
સૌ પ્રથમ આપણે ઇંગ્લિશમાં આવતા સ્વરો અને તેના ઉચ્ચારોનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ વ્યંજનોનો અભ્યાસ કરીસું.
Vowels in English
A E I
O U
A (અ, આ, એ, ઍ, ઑ)
Examples;
• અ- royal, local, toward
• આ- car, far, jar
• એ- way, always, pray
• ઍ- and, fan, man
• ઑ- tall, wall, fall
E (અ, ઇ, એ, ઍ,)
Examples;
• અ- person, after, clerk
• ઇ- reply, prefer, we
• એ- then, end, red
• ઍ- ten, devil, pen
I (ઇ,આઇ,આય,અ)
Examples;
• ઇ- sit, sin, will
• આઇ- nice, hike, life
• આય- fire, wire, tire
• અ- sir, girl, stir
O (ઓ, ઑ, અ, આ, ઉ)
Examples;
• ઓ-, local, force, go
• ઑ- royal, orange, hot
• અ- onion, son, wonder
• આ- owl, town, tower
• ઉ- do, toward, move
U (ઉ,યુ,યૉ,અ,આ,ઇ)
Examples;
• ઉ- put, pull, push
• યુ- use, tune, fuse
• યૉ- sure, pure, cure
• અ- run, bus, hug
• આ- buy, guy
• ઇ- busy, business,
હવે આપણે વ્યંજનોનો અને તેના ઉચ્ચારોનો અભ્યાસ કરીશું.
Consonants
Y (આય,આઇ,ય,ઇ)
Examples;
• ય- yes, yellow, yet
• ઇ- belly, city, very
• આય- cycle, fly, fry
• આઇ- type, hyper, typhoid
C (ક,સ)
• જ્યારે ‘C’ પછી સ્વર A, O, U અથવા કોઈપણ વ્યંજન આવે ત્યારે ‘ક’ વંચાય.
• જ્યારે ‘C’ પછી સ્વર I, E આવે અથવા વ્યંજન Y ત્યારે ‘સ’ વંચાય.
Examples;
• ક- car, code, cup, class
• સ- city, center
G (ગ,જ)
• જ્યારે ‘G’ પછી સ્વર A, O કે U આવે અથવા કોઈપણ વ્યંજન આવે ત્યારે ‘ગ’ વંચાય.
• જ્યારે ‘G’ પછી સ્વર I કે E આવે અથવા વ્યંજન Y ત્યારે ‘જ’ વંચાય.
Examples;
• ગ- game, goal, gum, glass
• જ- generation, ginger, gym
• Exception: giggle, girl
ઉપર દર્શાવેલ સ્વરો અને વ્યંજનોનો અભ્યાસ કર્યા પછી આપણે જોયું કે ખરેખર કોઈ સ્વરો કે વ્યંજનોને કઈ રીતે અને કેટલી રીતે વાંચી શકાય છે. જેથી હવે જ્યારે આપણે કોઈ ઇંગ્લિશ શબ્દ કે વાક્ય વાંચીશું ત્યારે ઉપર દર્શાવેલ નિયમોને ધ્યાનમાં રાખીશું તો, આપણને વાંચવામાં કોઈ તકલીફ નહીં પડે.
અહી અત્યારે આપણે એ પણ જાણી લેવું જોઈએ કે ઇંગ્લિશ ભાષા પર ઘણી બધી ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે, જેથી ઘણા-બધા શબ્દો આપણને બીજી ભાષાઓમાં પણ જોવા મળે છે. હવે એવા શબ્દો જેનો ઇંગ્લિશ ભાષામાં સ્વીકાર કરવામાં આવ્યો હોય, તેવા શબ્દોનો ઉચ્ચાર પણ આપણે તે ભાષા કે જેમથી તેને લેવામાં આવ્યા હોય તે પ્રમાણે જ કરવો પડે.
ai (એઅ, એઇ)
• Examples;
• એઅ- air, fair, hair
• એઇ- train, main, chain
Ø au (ઑ)
• Examples;
• Fault, taught, caught
Ø ea (ઈ, એઅ, અ)
• Examples;
• ઈ- feast, beat, heat
• એઅ- bear, tear(ફાડવું)
• અ- search, learn,
Ø ee (ઈ,ઈય)
• Examples;
• ઈ- heel, feel, deep
• ઈય-deer, beer, peer
Ø ei (ઈ, આય, એઈ)
• Examples;
• ઈ- receive, deceive, deceit
• આય- height, either, neither
• એઈ- weight, neighbour, eight
Ø ie (ઈ, આય)
• Examples;
• ઈ- believe, relieve, relief
Ø oa (ઑ)
• Examples;
• ઑ- coat, boat, loan
Ø ou (આઉ, ઉ, અ)
• Examples;
• આઉ- groung, round, count
• ઉ- group, soup, coupon
• અ- couple, labour, neighbour
Ø oo (ઉ/ઊ, ઓ, અ)
• Examples;
• ઉ/ઊ- book, look, cook
· ઓ-floor, door
· અ-flood, blood
Ø oi (ઓઈ)
- Examples;
- ઓઈ- oil, coil, boil
Ø io (ઈયો, આયો, આય, અ)
- Examples;
- ઈયો- polio, folio, ratio
- આયો- biology, violate, priority
- આય-
lion, ion, riot
- અ- passion, vision, expression
ઉપર દર્શાવેલ ડબલ સવારોનો અભ્યાસ કરતાં આપણે જાણ્યું કે તેનો ઉચ્ચાર કઈ રીતે અને કેટલી રીતે થઈ શકે છે. સિંગલ અને ડબલ સ્વરો ના ઉચ્ચાર કઈ રીતે અને કેટલી રીતે થાય એ સમજાય જાય એટલે આપણે ENGLISH વાંચતાં શીખી ગયા એવું કહી શકાય. ENGLISH માં ઘણા બધા શબ્દો બીજી ભાષા માથી લીધેલા હોય તેમજ જે તે ભાષા નો પ્રભાવ ENGLISH પર હોવાથી તેવા શબ્દો નો ઉચ્ચાર તે જે ભાષા પ્રમાણે જ કરવો.
No comments:
Post a Comment
If you have any doubts, please let me know.